
મુંબઈ થાણેમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર સીએસએમટી તરફ જતી લોકલ ટ્રેનમાંથી ઘણા મુસાફરો પાટા પર પડી ગયા હતા. અકસ્માત બાદ રેલવે અને જીઆરપીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેનમાં વધારે પડતી ભીડ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. મળતી માહિતી મુજબ, 10 થી 12 મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા છે. જેમાં 5 લોકોના મોત થયાની આશંકા છે. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે.
https://twitter.com/AHindinews/status/1931938246759731618
અકસ્માત બાદ રેલવે અને GRPના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેનમાં વધારે પડતી ભીડ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.