મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઈટ રાત્રે કેન્સલ થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે 10:45ની એર ઇન્ડિયાની મુંબઈથી અમદાવાદ ફલાઇટ થોડીવાર પહેલા 12:30એ રન વે પહેલા ટેક્નિકલ કારણોસર અટકી ગઈ હતી.એર ઇન્ડિયા દ્વારા ફ્લાઈટને ઉપાડવી હતી, પણ મુસાફરોએ હોબાળો કર્યો કે પ્રોબ્લેમના કારણે જો ફ્લાઇટ ટેકઓફ ન કરી શકાઈ હોય અને વિમાનમાં ખામી હોય તો શું તમે એ ઉપાડવા માટે તૈયાર છો?
આ ફ્લાઇટને એરબેઝ A321-211 વિમાન (VT-PPL) દ્વારા સંચાલિત થવાની હતી, જોકે એક અનિશ્ચિત ઓપરેશનલ સમસ્યાના કારણે તે મોડી પડી હતી. આ વિલંબ દરમિયાન, સોંપાયેલ ક્રૂ તેમની ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા (FDTL) સુધી પહોંચી ગયો. આ એક નિયમ છે કે, સુરક્ષાના કારણે એરલાઇન ક્રૂ સભ્યો કેટલા કલાકો સુધી કામ કરી શકે છે તે મર્યાદિત કરે છે.
ટેકનિકલ કારણોસર એર ઈન્ડિયાની ફ્લાઈટ થઈ કેન્સલ
રાત્રિના 1:00 વાગ્યે ફ્લાઇટ કેન્સલ થયાની પાઇલોટ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ફ્લાઇટને ફરી એરપોર્ટ તરફ લઈ જવામાં આવી રહી છે. આ હોબાળા વચ્ચે ડાયાબિટીસના દર્દી પણ બેભાન થયાના અહેવાલ સામે આવ્યા હતા.
ફ્લાઇટ કેન્સલ થયાની પાઇલોટ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી
દરમિયાન અત્યારે પ્લેનમાં બેઠેલા પ્રવાસીઓ ટેક્નિકલ ખામીની સમયસરની જાણકારી ગ્રાઉન્ડ પર જ આપવા બદલ એરઇન્ડિયા અને ઉડ્ડયન મંત્રાલયનો આભાર માનવાની સાથે હાશનો શ્વાસ લઈ રહ્યા છે. મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
મુસાફરોને લગેજ માટે પણ કરવી પડી રકઝક
અમદાવાદથી મુંબઈની ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા. મુસાફરોને પોતાના લગેજ માટે પણ એર ઈન્ડિયાના સ્ટાફ સાથે પણ ભારે રકઝક થઈ હતી.
મુસાફરોએ મચાવ્યો હોબાળો
નોંધનીય છે કે ફ્લાઇટ રનવે પર પહોંચી તે બાદ રનવે પર જ ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. વિમાનમાં સવાર મુસાફરોનો દાવો છે કે પાઇલોટે કહ્યું હતું કે, જો ટેકઓફ થાય તો તેમની જવાબદારી નહીં રહે. એવામાં મુસાફરોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો અને વિમાનમાંથી ઉતરી ગયા હતા. બાદમાં મુસાફરોને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા, રિફંડ લઈને એરપોર્ટ પર સામાન માટે રાહ જુઓ અથવા ફ્લાઇટ રિપેર થાય તેની રાહ જુઓ.