
Morbi news: મોરબી જિલ્લામાં આવેલા હળવદ તાલુકાનું ખોબા જેવડું ચરાડવા ગામે પિતા યમદૂત બનતા આખા પંથકમાં ચકચાર મચી છે. આરોપી પિતાએ સગા દીકરાને દોરીથી ગળે ટૂંપો આપી કરપીણ હત્યા કરી નાખી હતી. જે અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઈ પંચનામું કરી હત્યા અંગે સઘન તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, મોરબી જિલ્લાના હળવદના ચરાડવા ગામે સગા દીકરાની હત્યાની ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં આરોપી પિતા દેવજીભાઈ સોલંકીએ પોતાના પુત્ર મનોજને કામધંધા બાબતે અવારનવાર ટોકતા ઝઘડો થતો પરંતુ આજે સવારે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારતા કરતા પિતા દીકરા માટે આખરે યમદૂત બની ગયો અને દોરીથી દીકરાના ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને હત્યા અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે આવી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડયો હતો. જે બાદ પોલીસે આરોપી અને હત્યા અંગે તપાસ શરૂ કરી હતી.