મ્યાનમારમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી. મ્યાનમારમાં ગઈકાલે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. દેશના એક લશ્કરી અધિકારીના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં આછોમાં ઓછા 1000 લોકોનો મોત થયા છે અને 2376 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે, યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે એજન્સી (USGS)નું કહેવું છે કે, મરનારાઓની સંખ્યા 10000 થી પણ વધારે હોઈ શકે છે. હજુ કાટમાળની નીચે દબાયેલી લાશો અને જીવિત બચેલા લોકોની શોધ ચાલુ છે.

