
Nadiad News: તાજેતરમાં જ 30 કરતાં પણ વધુ કોલેરાના દર્દીઓ નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નડિયાદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. નડિયાદ કમિશ્નરની કોલેરાને લઇને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. નડિયાદના શાંતિનગર અને અમદાવાદી દરવાજા વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા છે.
નડિયાદને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ બે બરફની ફેક્ટરી સીલ કરવામાં આવી હતી. નડિયાદ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 30 કરતાં વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ફૂડ અને ડ્રગ વિભાગે નડિયાદ કમિશ્નરને રિપોર્ટ કરતાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેને અંતર્ગત 250 બરફની પાટોનો નાશ કરવામાં આવ્યો હતો. નડિયાદ મનપા કમિશ્નર જી.જે.સોલંકીના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.