અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ ગેસના બાટલામાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના એવા સમયે બની જ્યારે આજે સાંજે સ્ટેડિયમમાં IPL 2025ની ફાઇનલ મેચ વચ્ચે રમાવાની છે.આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્ટેડિયમની બહાર ફેરિયાઓમાં પણ આગના કારણે નાસભાગ મચી ગઈ હતી.
સ્ટેડીયમની સામેની દુકાનમાં અચાનક આગ લાગી
આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે IPLનું ટાઇટલ જીતવા મુકાબલો ખેલાશે. સાંજે 4:30થી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સાંજે 6 કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે.
જેમાં શંકર મહાદેવન દ્વારા ગીત પર પર્ફોમ કરવામાં આવશે. ઈનિંગ્સ બ્રેક દરમિયાન લેઝર શોથી ચાહકોનું મનોરંજન કરાશે. સમાપન સમારોહમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરાયું છે. અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, અભિષેક બચ્ચન જેવા બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ આજેની ફાઈનલ માટે અમદાવાદના અતિથિ બને તેવી સંભાવના છે. સેનાના ત્રણેય પાંખના વડાને પણ ફાઇનલ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ઉપસ્થિત રહે તેની સંભાવના નહિવત્ છે.