વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિ.મી. સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે, ત્યારે 29 માર્ચ, 2025થી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરુ થઈ હતી, જે 27 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. નર્મદા પરિક્રમામાં ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાં આ વર્ષે 9 લાખ 9 હજાર 900 જેટલાં શ્રદ્ધાળુઓએ 15 કિલોમીટરની પરિક્રમા કરી હતી. જ્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે 4 ગણા વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

