Home / Gujarat / Narmada : An officer on duty as a PSI caused an accident

Narmadaમાં PSI તરીકે ફરજ બજાવતા અધિકારીએ સર્જ્યો અકસ્માત, ગાડીમાંથી વિદેશી દારુ મળતાં કરાયા સસ્પેન્ડ

Narmadaમાં PSI તરીકે ફરજ બજાવતા અધિકારીએ સર્જ્યો અકસ્માત, ગાડીમાંથી વિદેશી દારુ મળતાં કરાયા સસ્પેન્ડ

Narmada News: ગુજરાતમાંથી સતત પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા પદાધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. એવામાં નર્મદામાંથી એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર ખાનગી કારમાં પોલીસની વર્દી પહેરીને અકસ્માત સર્જ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વાય એચ પઢિયાર વડોદરા ખાતે ખાનગી બ્રેઝા ગાડીમાં પોલીસ ડ્રેસ પહેરીને વાહનોને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો. તેમજ ગાડીમાં ઇંગ્લિશ દારૂ મળી આવતા વડોદરા છાણી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને પગલે આખરે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તેમની આ ગેરવર્તણૂક બાબતે ખાતાકીય તપાસ કરવામાં આવશે.

Related News

Icon