નર્મદા ઉપરવાસમાં ઓછા વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઓછી હોવાથી રિવર બેડ પાવરહાઉસ બંધ કરાયા છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ એકજ ચાલુ જ્યારે નર્મદાના કેચમેન વિસ્તાર અને ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાથી વીજ પાવરહાઉસ બંધ કરવાની નોબત આવી છે. જણાવી દઈએ કે, નર્મદા ડેમની જળસપાટી હાલ 116.67 ફૂટ પર છે, જે ગત વર્ષની તુલનામાં નોંધપાત્ર રીતે ઘણી નીચી છે.
નર્મદા ડેમમાં પાણીની આવક 59 હજાર 583 ક્યુસેક છે, જ્યારે જાવક 17 હજાર 437 ક્યુસેક જેટલી છે. નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેમમાં પાણીની ઓછી આવકને પગલે જળસપાટી ઝડપથી વધવાની શક્યતા ઓછી છે, જે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ઊભી કરી શકે છે.