Home / Gujarat / Narmada : Gujarat news: 8.66 inches in Nandod taluka of Narmada district and 7.56 inches in Dahod

Gujarat news: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 8.66 ઈંચ અને દાહોદમાં 7.56 ઈંચ, છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ

Gujarat news: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 8.66 ઈંચ અને દાહોદમાં 7.56 ઈંચ, છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ

ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 8.66 ઈંચ, દાહોદમાં 7.56 ઈંચ છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 6.97 ઈંચ, અને પંચમહાલના શેહરામાં 6.81 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં અનુક્રમે 6.69 અને 6.18 ઈંચ વરસાદ નોંધાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુરુવારે (26 જૂન) અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

27થી 29 જૂનની આગાહી

રાજ્યમાં આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. 

30 જૂન અને 01 જુલાઈની આગાહી

30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે

TOPICS: gstv gujarat narmada
Related News

Icon