
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. અનેક જિલ્લા અને શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે(24 જૂન) સવારે સાંજના 6 વાગ્યા સુધીમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ અને તિલકવાડામાં 7.13 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 36 તાલુકામાં 2 થી 8 ઈંચ અને અન્ય 76 તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વરસાદ
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ એકંદરે 186.51 મિમિ વરસાદ પડ્યો છે. જે સરેરાશ વરસાદની સરખામણીએ 21.15 ટકા જેટલો છે.
.
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનનો 21 ટકા વરસાદ વરસ્યો
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 21 ટકા વરસાદ વરસ્યો ચૂક્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 26.23 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત કચ્છમાં 21.6 ટકા, દક્ષિણ ઝોનમાં 20.71 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 20.25 ટકા વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત ઝોનમાં સિઝનનો વરસ્યો સરેરાશ 14.90 ટકા વરસાદ વરસ્યો છેે, સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.