
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જ્સ્કી ગામે પ્રેમી પ્રેમિકાના ઘરે મૃત્યુ પામ્યો હતો. જેથી મૃતકના પરિવારજનો હત્યા થઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ મૃતદેહને પીએમ માટે પોલીસને ના લઇ જવા દીધો હતો. જેથી હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
નશાની હાલતમાં મોડીરાત્રે મળવા આવેલો
જ્સ્કી ગામમાં રહેતા છત્રસિંહ સવદભાઇ ભીલ ઉમર વર્ષ 44 પરણિત છે. તેના પરિવારમાં ત્રણ બાળકો છે. તેઓ મોડી રાત્રે તેની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. તે વખતે પ્રેમિકાનાના જણાવ્યા મુજબ નશાની હાલતમાં હતો. તેને ઘરે જવા માટે સમજાવવા છતાંય તે ન માનતા પ્રેમિકાના ઘરમાં સૂઈ ગયો હતો. પ્રેમિકાનું કહેવું છે હાર્ટ એટેકથી મોત થયું છે.
તપાસની માગ
પરિવારજનોનો આક્ષેપ છે કે, હત્યા થઇ છે. જ્યાં સુધી પોલીસ નિષ્પક્ષ તપાસ નહિ કરે. ત્યાં સુધી લાશ ઉઠાવવા દેવામાં નહિ આવે. જેને લઈને પોલીસ પણ મુંજવણમાં મુકાઈ છે. બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જયારે હાલ તો પોલીસ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લાશ પીએમ માટે લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ, મૃતકના પરિવારજનો લાશ ન ઉઠાવવા દેતા પ્રેમિકાના ઘરમાં સવારથી લાશ પડી રહી છે.