છોટાઉદેપુરના નસવાડીના ચંદનપુરા અને છેવટ ગામે 11 કરોડ 39 લાખના ખર્ચે બે પુલોનું લોકાર્પણ કરાયું છે. જેમાં છેવટ ગામે પુલની ડિઝાઇનમાં પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ વળાંક ઉપર પુલ બનાવતા અજાણ્યા વાહન ચાલક નદીમાં ખાબકે તેવો લોકોનો આક્ષેપ છે. લોકો એ આક્ષેપ કર્યો કે પુલના બીજા છેડે છેવટ ગામ આવેલ છે. પુલ બન્યો ત્યાં વળાંક છે. ઢાળ આવેલો છે. ત્યારે વાહન ચાલક વળાંક ઉપર સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવે તો નદીમાં ખાબકે તેમ છે.

