છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બિલગામ ગામે પ્રાથમિક શાળા ને જોડતો રસ્તો બનાવવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી સડક યોજનાનું બોર્ડ મારી દીધું હતું. પરંતુ, આજદિન સુધી રસ્તો જ બન્યો નથી. નસવાડી તાલુકામાં અલગ અલગ ગામોમાં પ્રાથમિક શાળાઓને જોડતા રસ્તા બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અઢી કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપ્યો હતો. તે વર્ક ઓર્ડરની મુદ્દત પુરી થયે 7 માસ વીતી જવા છતાંય કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી નથી.

