VIDEO: છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે નસવાડી અને આસપાસના વિસ્તારોમાં આવેલા ડુંગરાળ પ્રદેશમાં કુદરતી સોળે કળાએ ખીલી ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક એવા નસવાડીના ડુંગર વિસ્તારો વાડિયા, ખોખરા, આમતા સહિતના ડુંગરો પર લીલોતરી છવાઈ હોવાથી કુદરતે છુટા હાથથી સૌંદર્ય વિખેર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત ખોખરા ગામે એક કુદરતી ધોધ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચારેબાજુ વનરાજી અને વચ્ચે કુદરતી ધોધ હોવાથી આ દ્રશ્ય મનને મોહી લે તેવું છે.