જામનગરમાં અનેક પ્રાચીન ગરબીઓ પોતપોતાની આગવી ઓળખ ધરાવે છે. કડીયાવાડ વિસ્તારમાં શ્રીરાંદલ અંબિકા ગરબી મંડળની ગરબીમાં બાળાઓનો સળગતી ઈંઢોણી સાથેનો રાસ ખૂબ જ લોકપ્રિય છે. તાલીમબદ્ધ બાળાઓ માથા ઉપર સળગતી ઈંઢોણી લઈ ગરબે ઘૂમે છે ત્યારે જાણે અગ્નિના તેજરૂપે માતાજીએ બાળાઓ પર આશિષ છત્ર બનાવ્યું હોય એવું પ્રતિત થાય છે. આ જ ગરબીમાં ભાઈઓ પણ તલવાર રાસ તેમજ અંગારા રાસ રમીને ભક્તિ સાથે વીરતાના ગુણને પ્રગટ કરી ઈશ્વર આરાધના શૂરવીરનું કાર્ય છે એ વાતને ચરિતાર્થ કરે છે. આ સળગતી ઈંઢોણી સાથેના તથા અંગારા રાસ નિહાળવા ગરબીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં. જુઓ આ વીડિયો -

