
Amreli news: અમરેલી જિલ્લામાં મદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રેસામાંથી ઝડપાયેલા શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખના મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ તેના મોબાઈલમાંથી "પાકિસ્તાન" અને "અફઘાનિસ્તાન"ના સોશિયલ મીડિયા ગૃપ મળી આવ્યા છે. SOG ની ટીમ દ્વારા મૌલાનાનો મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમરેલીની મદ્રેસામાંથી ઝડપાયેલ શંકાસ્પદ મૌલાનાની પૂછપરછ દરમિયાન તે અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું છે. તે કેટલા સમયથી અહીં રહેતો હતો. અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું. પાકિસ્તાનમાં તેના કોની કોની સાથે સંપર્ક હતા? તે સમગ્ર બાબતોની હાલ તપાસ ચાલી રહી છે.