
Navsari News: ગુજરાતમાંથી ઠેર ઠેરથી લાંચ લેતા અધિકારીઓ ઝડપાય છે. એવામાં નવસારીમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. નવસારી ગ્રામ્ય પોલીસનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા પકડાયો છે. નવસારી ગ્રામ્ય પોલીસ અંતર્ગત GIDC ચોકીના ઇન્ચાર્જ PSI અમૃત વસાવા સાથે મળી 40 હજારની લાંચ માંગી હતી.
મળતી માહિતી પ્રમાણે, પ્રોહીબિશનના ગુનામાં આગોતરા જામીન મેળવનારા આરોપીને અટક કરી, જામીન મુક્ત કરવાની કામગીરી માટે લાંચ માંગી હતી. ACB પોલીસે ફરિયાદના આધારે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જ છટકું ગોઠવ્યું. અને આરોપી કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડને ACB પોલીસે ગ્રામ્ય પોલીસ મથકેથી જ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ACB પોલીસે PC ચિરાગની ધરપકડ કરી, PSI અમૃત વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે.