Home / India : Enemies were eliminated, 15 Naxalites were killed in Chhattisgarh

દેશની અંદર પણ દુશ્મનોનો સફાયો, છત્તીસગઢમાં 15 નક્સલીઓ ઠાર 

દેશની અંદર પણ દુશ્મનોનો સફાયો, છત્તીસગઢમાં 15 નક્સલીઓ ઠાર 

15 Naxalites Killed in Bijapur District: પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં 15 નક્સલીઓના ઢીમ ઢાળી દેવાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી કાર્યવાહી 
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 15 થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી છે.

એપ્રિલમાં પણ માર્યા ગયા હતા 3 નક્સલીઓ
એપ્રિલમાં પણ આ જ જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 નક્સલીઓ માર્યા ગયા હતા. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કરેગુટ્ટાની ટેકરીઓ પર સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ નક્સલવાદનો અંત લાવવાનો છે.

 

Related News

Icon