
બીજાપુરના કરેગુટ્ટા ટેકરી પર નક્સલી કાર્યવાહીમાં 31 નક્સલીઓ માર્યા ગયા છે. સતત 24 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનમાં ફોર્સે 31 નક્સલીઓને ઠાર માર્યા હતા. જેમાં 17 મહિલા નક્સલીઓ અને 14 પુરુષ નક્સલીઓનો સમાવેશ થાય છે. નક્સલવાદીઓ હોસ્પિટલમાં હથિયારો બનાવતા હતા. નક્સલીઓના ઘણા બંકરો નાશ પામ્યા છે તેમના વિસ્તારમાંથી શસ્ત્રો બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ સમય દરમિયાન સુરક્ષા દળોએ મોટી માત્રામાં શસ્ત્રો પણ જપ્ત કર્યા.
https://twitter.com/AmitShah/status/1922626392581173348
છત્તીસગઢના પોલીસ મહાનિર્દેશક અરુણદેવ ગૌતમ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના મહાનિર્દેશક જી.પી. સિંહે પોલીસ લાઇન બીજાપુર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવી રહેલા નક્સલ વિરોધી ઓપરેશન વિશે માહિતી આપવામાં આવી હતી.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, જે પર્વત પર એક સમયે લાલ આતંકવાદનું શાસન હતું, ત્યાં આજે ત્રિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે. કુર્રાગુટ્ટુલુ હિલ્સ એ PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મુખ્ય નક્સલ સંગઠનોનું એકીકૃત મુખ્ય મથક હતું, જ્યાં નક્સલી તાલીમ તેમજ વ્યૂહરચના અને શસ્ત્રો તૈયાર કરવામાં આવતા હતા.
આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન આપણા સુરક્ષા દળો દ્વારા માત્ર 21 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. મને ખૂબ જ આનંદ છે કે આ ઓપરેશનમાં સુરક્ષા દળોમાં એક પણ જાનહાનિ થઈ નથી. ખરાબ હવામાન અને દુર્ગમ પર્વતીય પ્રદેશમાં પણ બહાદુરી અને હિંમતથી નક્સલવાદીઓનો સામનો કરનારા આપણા CRPF, STF અને DRG સૈનિકોને હું અભિનંદન આપું છું. આખા દેશને તમારા પર ગર્વ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીજીના નેતૃત્વમાં અમે નક્સલવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ. હું ફરી એકવાર દેશવાસીઓને ખાતરી આપું છું કે 31 માર્ચ, 2026 સુધીમાં ભારત નક્સલ મુક્ત થઈ જશે.