
NEET-PG 2025 ની પરીક્ષા 15 જૂને યોજાવાની હતી પરંતુ તેને મુલતવી રાખવામાં આવી છે. વધુ પરીક્ષા કેન્દ્રો અને જરૂરી માળખાગત સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે તેને મુલતવી રાખવામાં આવી છે. NEET-PG 2025 યોજવા માટેની નવી તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે પરીક્ષા ફક્ત એક જ શિફ્ટમાં લેવાનો આદેશ આપ્યો હતો.
NEET PG 2025ની પરીક્ષા 15 જૂને દેશના વિવિધ શહેરોમાં યોજાવાની હતી. 2 જૂને શહેરની માહિતી સ્લિપ જાહેર થવાની ધારણા હતી. પરંતુ હાલ જાહેર નહીં થાય. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સે આ સંદર્ભમાં નોટિસ પણ જારી કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ પગલું લેવામાં આવ્યું છે. હવે પરીક્ષા (NEET PG 2025) એક જ શિફ્ટમાં લેવામાં આવશે. NBEMS નોટિસમાં જણાવ્યું હતું કે, "15 જૂને યોજાનારી NEET PG 2025 મુલતવી રાખવામાં આવી છે. જેથી વધુ પરીક્ષા કેન્દ્રો અને જરૂરી માળખાગત સુવિધાઓ ગોઠવી શકાય. સુધારેલી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે" ઉમેદવારોને અપડેટ અને સચોટ માહિતી માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટ nbe.edu.in ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.