Home / Gujarat : 235 new cases of corona in Gujarat today, active cases in the state cross 1109

ગુજરાતમાં આજે કોરોનાના 235 નવા કેસ, રાજ્યમાં એક્ટિવ કેસ 1109 પાર

ગુજરાતમાં આજે કોરોનાના 235 નવા કેસ, રાજ્યમાં એક્ટિવ કેસ 1109 પાર

દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,491ને પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આજે સોમવારે (9 જૂન) કોરોનાના 235 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 1109 પર પહોંચ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોરોનાના 235 નવા કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાંથી 33 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 235 કેસ નોંધાયા 2 - image

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. સૌથી રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કોઈ દર્દીનું મોત થયું નથી અને વધુ 624 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. અગાઉ રવિવારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોનાના કારણે 65 લોકો મોત થયા છે. 22 મે સુધી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 257 હતી. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ડેટાની વાત કરીએ તો, આ વર્ષે કુલ 6491 એક્ટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે 6861 દર્દીઓ સજા પણ થયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત કુલ 65 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

 

Related News

Icon