Sensex today: શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ત્રણ દિવસના ઘટાડા બાદ આજે બજારમાં જોરદાર વાપસી થઈ છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 1046 પોઇન્ટ વધ્યો હતો. નિફ્ટી-50 માં પણ 319 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો.

