
મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. એકબાજુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી તો બીજી તરફ એવા પણ સમાચાર છે કે ઇઝરાયલે ફરીથી ઈરાન પર હુમલા શરૂ કરી દીધા છે. ઈરાની મીડિયા પ્રમાણે ઇઝરાયલે ફરીથી શિરાઝ અને તાબ્રિઝ શહેરો તેમજ નતાન્ઝ પરમાણુ સાઈટ પર હુમલો શરૂ કરી દીધો છે. અગાઉ, ઇઝરાયલી લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રીને કહ્યું હતું કે ઇઝરાયલી હુમલાઓમાં ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળોને ઘણું નુકસાન થયું છે. આ લડાઈ લાંબી હોઈ શકે છે. જેનો સ્પષ્ટ સંકેત છે કે ઇઝરાયલ અટકશે નહીં અને તે ઈરાન પર વધુ હુમલા કરી શકે છે.
ઇઝરાયલે ઈરાનના કુલ 20 ટોચના લશ્કરી કમાન્ડરોને મારી નાખ્યા છે. ઈરાન તરફથી વળતી કાર્યવાહીના ડરથી ઈઝરાયેલ પહેલેથી જ સતર્ક છે. સ્વીડનમાં દૂતાવાસે કહ્યું કે હાલની સ્થિતિ પ્રમાણે ઇઝરાયલ તમામ દેશોમાં તેના દૂતાવાસો બંધ કરશે. આ દૂતાવાસો આગામી સૂચના સુધી બંધ રહેશે અને ત્યાં કોન્સ્યુલર સેવાઓ પૂરી પાડવામાં આવશે નહીં.
ઇઝરાયલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ સ્થળ અને લશ્કરી સંકુલ પર હુમલો કરવા માટે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું. આ હુમલામાં ઈરાનના ઘણા અગ્રણી લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા. નેતન્યાહૂએ કહ્યું, અમે ખૂબ જ પ્રારંભિક સફળ હુમલો કર્યો છે.
ઇઝરાયલ પર હુમલા માટે હિજબુલ્લાહ ઈરાનનો સાથ નહીં આપે. એક રિપોર્ટ મુજબ હિજબુલ્લાહના એક અધિકારીએ કહ્યું કે ઈરાન સમર્થિ લેબનાની સશસ્ત્ર સમૂહ ઈઝરાયેલ પર એકતરફી હુમલો નહીં કરે.
ઇઝરાયલે ઈરાન પર જોરદાર હુમલો કરતાં ઈરાનના સેના પ્રમુખ મોહમ્મદ બાઘેરી માર્યા ગયા છે, જ્યારે તેના મિસાઈલ કાર્યક્રમનું નેતૃત્વ કરનારા જનરલ અમીર અલી હાજીઝાદેહનું પણ મોત થયું છે. આ હુમલામાં ઘણા અન્ય વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો પણ માર્યા ગયા છે. ઈઝરાયલી હુમલામાં ઈરાનના પરમાણુ મથકોને પણ મોટું નુકસાન થયું છે. આ હુમલા પછી ઈરાન તરફથી પણ બદલાની કાર્યવાહી થઈ શકે છે. જેને ધ્યાને રાખીને ઈઝરાયલ એલર્ટ પર છે. ઈઝરાયેલ વિશ્વભરમાં તેના દૂતાવાસો બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્વીડનમાં ઈઝરાયલના દૂતાવાસે આ માહિતી આપી છે. બર્લિનમાં દૂતાવાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ઈઝરાયલે ઈરાનના કુલ 20 ટોચના લશ્કરી કમાન્ડરોને મારી નાખ્યા છે. ત્યારથી, તે હવે ઈરાની હુમલાથી ડરી ગયું છે અને તે પહેલાથી જ સતર્ક છે અને બચાવમાં રોકાયેલું છે જેથી કોઈપણ કાર્યવાહીનો જવાબ આપી શકાય અને નુકસાન ઓછું કરી શકાય. સ્વીડનમાં દૂતાવાસે કહ્યું છે કે વર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ઈઝરાયલ તમામ દેશોમાં તેના દૂતાવાસો બંધ કરશે. આ દૂતાવાસો આગામી સૂચના સુધી બંધ રહેશે. અને ત્યાં કોન્સ્યુલર સેવાઓ પૂરી પાડવામાં આવશે નહીં.