ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં એન્ટ્રી લેતાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા બાદ અમેરિકા પોતે ગોથે ચડ્યું છે. જેની પાછળનું કારણ 400 કિગ્રા યુરેનિયમ ભંડાર છે. અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ઈરાનના પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ બ્લાસ્ટ બાદ 400 કિગ્રા યુરેનિયન ભંડારનો હિસાબ મળી રહ્યો નથી. 10 પરમાણુ હથિયાર બનાવવા પર્યાપ્ત યુરેનિયમ અંતે ક્યાં ગયું તેની કોઈ જાણકારી મળી રહી નથી. આ ગુમ યુરેનિયમ 60 ટકા શુદ્ધ છે.

