
કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ની હત્યાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. શરૂઆતની માહિતી મુજબ, તેમની પોતાની પત્ની પર ડીજીપીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ઓમ પ્રકાશ રવિવારે બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
https://twitter.com/ANI/status/1913953833375453592
પ્રાથમિક તપાસ મુજબ, પ્રકાશ જેમનો મૃતદેહ HSR લેઆઉટ વિસ્તારમાં તેના ઘરેથી મળી આવ્યો હતો, તેની પત્ની પલ્લવી દ્વારા હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. પોલીસને નિવૃત્ત ડીજીપીના શરીર પર છરીના ઘા અને ઈજાના નિશાન મળ્યા છે.
માહિતી મળતાં જ HSR લેઆઉટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
પૂર્વ ડીજીપીના દુ:ખદ અવસાનથી પોલીસ વિભાગ અને તેમના પરિચિતોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 1981 બેચના 68 વર્ષીય આઈપીએસ અધિકારીએ 2015-17 સુધી રાજ્યના ડીજીપી તરીકે સેવા આપી હતી. તેઓ બિહારના ચંપારણના વતની હતા.