
સૂર્યમણિ અને વ્રજમણિ એવા નામ અપાયા
ઓઈલ અને ગેસના આ નવા સ્ત્રોતોને સૂર્યમણિ અને વ્રજમણિ એવા નામ અપાયા છે અને એ બન્ને મુંબઈના તટપ્રદેશથી ખાસ્સાં અંતરે આવેલા છે. એક સ્ત્રોત ઓએએલપી-૬ બ્લોક એમબી-ઓએસએચપી-૨૦૨૦/૨ અને બીજો ઓએએલપી-ત્રણ બ્લોક એમબીઓએસએચપી-૨૦૧૮/૧માં આવેલો છે.
બન્ને મુંબઈના તટપ્રદેશથી ખાસ્સાં અંતરે
જાન્યુઆરી- માર્ચના કવાર્ટર (ત્રિમાસિક ગાાળા) દરમ્યાન કરાયેલા ટેસ્ટિંગમાં બ્લોક એમબી-ઓએસએચપી-૨૦૨૦/૨ના વેલ (કુવા)માંથી રોજનું ૨૨૩૫ બેરલ ઓઈલ અને રોજનો ૪૫૧૮૧ મિલિયન કયુબિક મિટર ગેસ મળી આવ્યો હોવાનું નોંધાયું હતું. ઓએલપી બ્લોક એમબી-ઓએસએચપી-૨૦૨૦/૨ના બસાલ કલમસ્ટિક્સની આ પહેલી શોધ છે. વેલ એમબીએસ ૨૦૨ એચઓએ-૧માં મળેલી સફળથાને નવી આશાસ્પદ શોધ જાહેર કરી એને 'સૂર્યમણિ' એવું નામ અપાયું હોવાનું ઓએનજીસીએ વધુમાં જણાવ્યું હતું. પછીથી હાલનાી વર્તમાન કવાર્ટર દરમ્યાન એ જ વેલના બીજા ઝોનનું ટેસ્ટિંગ કરાયું, જેમાં રોજનું ૪૧૩ બેરલ ઓઈલ અને ૧૫૧૩૨ કયુબિક મિટર ગેસ મળ્યો.
અત્રે નોંધવું ઘટે કે મુંબઈના મધદરિયામાં ભારતના સૌથી મોટા ઓઈલ અને ગેસ ક્ષેત્રો આવેલા છે. અરબી સમુદ્રમાં મુંબઈના કાંઠાથી ૧૬૦ કિ.મી.ના અંતરે આવેલું મુંબઈ હાઈ હાલ દેશનું સૌથી વિશાળ અને ફળદ્રુપ ઓઈલ અને ગેસ ફિલ્ડ (ક્ષેત્ર) છે. આ ફિલ્ડમાંથી રોજના આશરે ૧,૩૪,૦૦૦ બેંરલ ઓઈલ નીકળે છે, જે ભારતના સ્વદેશી ક્રૂડ ઉત્પાદનના ૩૫ ટકા છે. આ ફિલ્ડમાંથી રોજનું ૧૦ મિલિયન સ્ટાન્ડર્ડ કયુબિક મિટર ગેસ પણ નીકળે છે, જે દેશના ગેસ ઉત્પાદનના લગભગ ૧૮ ટકા છે.ભારતે પોતાની ઓઈલની જરૂરિયાતનો ૮૫ ટકા જથ્થો અને ગેસની જરુરિયાતનો અડધોઅડધ જથ્થો આયાત કરવો પડે છે. નવા શોધાયેલા ઓઈલ અને ગેસના જથ્થાથી સ્વદેશી ઉત્પાદન થોડું વધારી શકાશે.