ગુજરાતના સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સનરાઈઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ પર્દાફાશ કર્યો છે. ગેમિંગ-ટ્રેડિંગ રેકેટમાં લગભગ 943 કરોડના આર્થિક વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે SOGએ 8 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

