Home / India : Indian Army releases new VIDEO of Operation Sindoor, Pak soldiers seen fleeing

ભારતીય સેનાએ Operation Sindoorનો નવો VIDEO બહાર પાડ્યો, પાક. સૈનિકો તેમની ચોકી છોડીને ભાગતા જોવા મળ્યા

ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગોળીબારના જવાબમાં, ભારતીય સેનાએ એવી રીતે જવાબ આપ્યો જે દુશ્મનોએ પહેલાં ક્યારેય જોયો ન હતો. સેનાના વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ બદલો નહીં પણ ન્યાય હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ 54 સેકન્ડનો વીડિયો શિવ તાંડવના સૂરથી શરૂ થાય છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, "પહેલગામ આતંકવાદી હુમલાથી શરૂઆત થઈ હતી, તે ગુસ્સો નહીં પણ લાવા હતો. મનમાં ફક્ત એક જ વાત હતી, આ વખતે આપણે તેમને એવો પાઠ ભણાવીશું કે તેમની પેઢીઓ યાદ રાખશે. આ બદલાની ભાવના નહોતી, આ ન્યાય હતો."

વેસ્ટર્ન કમાન્ડ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં સૈનિકો મોર્ટાર ફાયર કરતા જોઈ શકાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 9 મેની રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરનારી બધી દુશ્મન ચોકીઓ જમીનદોસ્ત કરવામાં આવી હતી. દુશ્મન પોતાની ચોકી છોડીને ભાગતો જોવા મળ્યો. ઓપરેશન સિંદૂર માત્ર એક કાર્યવાહી નહોતી, તે પાકિસ્તાન માટે એક એવો પાઠ હતો જે તેણે દાયકાઓથી શીખ્યો ન હતો.

Related News

Icon