Home / World : India fired 11 missiles at Pakistan airbase, Pakistani Minister Mohsin Naqvi admits

પાક એરબેઝ પર ભારતે 11 મિસાઈલો ઝીંકી હતીં, પાકિસ્તાની મંત્રી મોહસિન નક્વીની કબૂલાત

પાક એરબેઝ પર ભારતે 11 મિસાઈલો ઝીંકી હતીં, પાકિસ્તાની મંત્રી મોહસિન નક્વીની કબૂલાત

આજથી બે મહિના પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં અનેક સૈન્ય ઠેકાણા અને આતંકવાદી ઠેકાણાઓને ખાતમો કરી નાખ્યો હતો. ત્યારે હવે પાકિસ્તાનના મંત્રી મોહસિન નક્વીએ પાક એરબેઝ પર હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નક્વીએ કહ્યું કે, ‘મે મહિનામાં ભારતે પાકિસ્તાનના એરબેઝ પર 11 મિસાઈલો ઝીંકી, ત્યારે ત્યાં એરક્રાફ્ટ અને વવાયુસેનાના જવાનો પણ હાજર હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાકિસ્તાની સમાચાર ચેનલ  મુજબ, મોહસિન નક્વીએ 3 જુલાઈએ મોહરમ માટે ઈસ્લામિક ધર્મગુરુઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં તેમણે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારતે પાકિસ્તાનના એરબેઝ પર 11 મિસાઈલો ઝીંકી હતી. જોકે તેમાં એરબેઝને કોઈ નુકસાન થયું નથી.’ પાકિસ્તાન ઓપરેશન સિંદૂર અંગે સતત ખોટું બોલી રહ્યું છે અને પોતાની બહાદુરીના ખોટા કિસ્સાઓ સંભળાવી રહ્યું છે. ઈસ્લામિક ધર્મગુરુ સામે પણ નક્વી આવી જ વાતો કરતા નજર આવ્યા છે.

મોહસિન નક્વીએ ડંફાસો મારતા કહ્યું કે, ‘પાકિસ્તાન સૈન્ચ પ્રમુખ આસિમ મુનીરના નેતૃત્વ હેઠળ પાકિસ્તાની સેના બહાદુરી સાથે લડ્યું. જ્યારે ભારત સાથે યુદ્ધ થયું ત્યારે અલ્લાહતાલાએ અમને મદદ કરી, તે વખતે સેનાના પ્રમુખ સોલિડ ઉભા હતા, તેઓ કોઈપણ મુશ્કેલીમાં ન હતા. તેઓ સંપૂર્ણ તૈયારી સાથે હતા કે, ભારત આપણા પર હુમલો કરશે તો પાકિસ્તાન તેાથી ચાર ઘણો જવાબ આપશે. પાકિસ્તાન ભારતીય નાગરિકોને નુકસાન કે પછી તણાવ વધારવા માંગતું ન હતું.’

Related News

Icon