Home / Entertainment : Pawandeep Rajan underwent three more surgeries in his eight-hour operation

આઠ કલાક ચાલેલા પવનદીપ રાજનના ઓપરેશનમાં વધુ ત્રણ સર્જરી થઈ, જાણો હવે કેવી છે તબિયત

આઠ કલાક ચાલેલા પવનદીપ રાજનના ઓપરેશનમાં વધુ ત્રણ સર્જરી થઈ, જાણો હવે કેવી છે તબિયત

ઇન્ડિયન આઇડલ 12ના વિજેતા અને ટેલેન્ટેડ સિંગર પવનદીપ રાજન તાજેતરમાં એક કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. સિંગર તેના મિત્ર અને ડ્રાઇવર સાથે તેના વતનથી નોઇડા જઈ રહ્યો હતો. એવામાં કાર ચલાવતી વખતે ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેવી રીતે થયો અકસ્માત?

5 મેનાં રોજ પવનદીપ રાજાન તેના મિત્ર સાથે ઉત્તરાખંડમાં તેના ઘરેથી રાત્રે નોઇડા જતો હતો. તેના ડ્રાઇવરને ઝોકું આવી જતા પવનદીપની કાર આઇશર કેન્ટર ટ્રકના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં સિંગર અને તેની સાથે હાજર બે અન્ય લોકોને ગંભીર ઈજા થઇ હતી. એવામાં ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

8 કલાક ચાલી સર્જરી 

હાલ સિંગરની સારવાર નોઇડામાં ચાલી રહી છે. આ મામલે પવનદીપની ટીમે આજે જણાવ્યું હતું કે, 'સિંગરની 3 સર્જરી કરવામાં આવી છે. વહેલી સવારે ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યો હતો અને તેના ફેકચરની 8 કલાક સર્જરી ચાલી હતી.'

પવનદીપ રાજન થઇ રહ્યો છે રિકવર 

સિંગરની રિકવરી બાબતે ટીમે જણાવ્યું કે, 'તે હજુ પણ ICU માં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે અને થોડા વધુ દિવસો ત્યાં રહેશે. ડૉક્ટરે કહ્યું છે કે તે સ્વસ્થ થઈ રહ્યો છે. હવે તેમના માટે પ્રાર્થના કરો જેથી તે જલ્દી સ્વસ્થ થઈ જાય.' ટીમે પવનદીપને આપેલા પ્રેમ અને પ્રાર્થના બદલ બધા ચાહકોનો આભાર માન્યો.

આ શૉથી ચર્ચામાં આવ્યો હતો પવનદીપ

આજના સમયમાં, પવનદીપના લાખો ફેન ફોલોઇંગ છે. બધા તેના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. પવન પહેલા પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના અવાજથી લોકોનું મનોરંજન કરતો હતો, પરંતુ તેને ઓળખ 'ઇન્ડિયન આઇડલ 12' થી મળી. તેણે આ શૉનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ જ તે લાઇમલાઇટમાં આવ્યો હતો.  

 

Related News

Icon