Home / World : Turkish opposition leader Ozgur Ozel attacked in Istanbul

ઇસ્તંબુલમાં તુર્કીના વિપક્ષી નેતા ઓઝગુર ઓઝેલ પર હુમલો, જાહેરમાં માર્યો મુક્કો

ઇસ્તંબુલમાં તુર્કીના વિપક્ષી નેતા ઓઝગુર ઓઝેલ પર હુમલો, જાહેરમાં માર્યો મુક્કો

ઇસ્તંબુલમાં તુર્કીના વિપક્ષી નેતા ઓઝગુર ઓઝેલના ચહેરા પર મુક્કો મારવામાં આવ્યો. તુર્કીના મુખ્ય વિપક્ષી પક્ષ રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (CHP) ના વડા, વિપક્ષી નેતા ઓઝગુર ઓઝેલ પર રવિવારે ઇસ્તંબુલના અતાતુર્ક કલ્ચરલ સેન્ટર (AKM) ખાતે સ્વર્ગસ્થ સંસદસભ્ય સિરી સુરેયા ઓન્ડરના અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓઝેલ તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે ઇમારતમાંથી બહાર નીકળી એહ્વા હતા ત્યારે હુમલો થયો હતો. એક અજાણ્યો વ્યક્તિ CHP નેતા પાસે ગયો અને તેમના માથામાં મુક્કો માર્યો, જે ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ.

લોકોના હોબાળા વચ્ચે સુરક્ષા કર્મચારીઓએ હુમલાખોરને કાબુમાં લીધો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા કર્મચારીઓએ ઝડપથી હુમલાખોરને કાબુમાં લીધો, જેને પાછળથી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો. હુમલા પછી તરત જ ઓઝેલના અંગરક્ષકોએ હુમલાખોરને રોકી દીધો.

ઘટના બાદ ઓઝેલ નાની ઇજાઓ

હુમલા છતાં ઓઝેલને ગંભીર ઈજાઓ થઈ ન હતી. ઘટનાસ્થળે હાજર તુર્કી મીડિયા આઉટલેટ સોઝકુના રિપોર્ટર મેરલ દાનિયાલ્દિઝે જણાવ્યું હતું કે હુમલા પછી ઓઝેલ પોતાનું માથું પકડીને બેઠા હતા પરંતુ તેના ચહેરા પર કોઈ ઈજા દેખાતી નહોતી.

રાજકીય તણાવ

આ ઘટના ટર્કિશ ગ્રાન્ડ નેશનલ એસેમ્બલીના ઉપપ્રમુખ અને ડીઈએમ પાર્ટી ઇસ્તંબુલના ડેપ્યુટી સિરી સુરેયા ઓન્ડરના અંતિમ સંસ્કાર દરમિયાન બની હતી જેમનું શનિવારે અવસાન થયું હતું.

દિવસની શરૂઆતમાં, ઓઝેલે ઓન્ડરના મૃત્યુ વિશે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "આ એક દુઃખદ દિવસ છે. અમે તેમના પરિવાર અને ડીઈએમ પાર્ટી પરિવાર બંને પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ ગુમાવી છે જ્યારે તેમની ખૂબ જરૂર હતી, જ્યારે અમને બધાને તેમની ખૂબ જરૂર હતી."

 

 

Related News

Icon