Home / Gujarat / Bhavnagar : 17 people from Bhavnagar trapped in terrorist attack reach home

VIDEO: આતંકી હુમલામાં ફસાયેલા ભાવનગરના 17 લોકો વતન પહોંચ્યા, 62 વર્ષીય પીડિતે જણાવ્યો દર્દનાક અનુભવ

Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં સુરતના એક યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું પણ મોત નીપજ્યું છે. ત્યારે આ આતંકવાદી હુમલાં બચી ગયેલા 17 લોકો પણ ભાવનગર પરત ફર્યા છે. 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ફસાયેલા આ ભાવનગરના ગ્રુપને થયેલા દર્દનાક અનુભવ બાદ અગાઉ છ લોકો શ્રીનગરથી મુંબઇ અને પછી ભાવનગર પહોંચ્યા હતા. જ્યારે બાકીના 11 લોકો પોલીસ સુરક્ષા સાથે ગુરૂવારે રાત્રે ભાવનગર પરત ફર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરિવારને ભેટીને રડી પડ્યા: પહલગામથી 17 લોકો ભાવનગર પરત ફરતા સર્જાયા ભાવુક દ્રશ્યો 1 - image

અચાનક ગોળીબારી શરૂ થઇ

ભાવનગરથી પહલગામના પ્રવાસે 20 લોકોનું ગ્રુપ ગયું હતું. આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકોએ ભયાનકતાને યાદ કરતાં જણાવ્યું કે, તેઓ કેવી રીતે આરામ કરી રહ્યા અને ફોટા પાડી રહ્યા હતા. ત્યારે અચાનક ગોળીબારી શરૂ થઇ. શરૂઆતમાં તેમને લાગ્યું કે હથિયારોથી સજ્જ હુમલાખોરો સેનાના જવાન છે, પરંતુ ટૂંક સમયમાં તેમને ખબર પડી કે તેમના પર આતંકવાદી હુમલો થયો છે. સ્થિતિની વાસ્તવિકતા સામે આવતાં જ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જો કે, સૌ કોઈ હેમખેમ વનત પહોંચવાને લઇને ભગવાનનો અભાર માની રહ્યા છે.

વિનુભાઈને કોણીએ ગોળી વાગી

આતંકી હુમલામાં ભાવનગરના એક 62 વર્ષીય વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી નામના વૃદ્ધને ઇજા પહોંચી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. મોરારીબાપુની કથા સાંભળવા માટે ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીર ગયું હતું. ત્યારબાદ તેઓ વૈષ્ણોદેવી દર્શન માટે જવાના હતા. બાદમાં 30 એપ્રિલે ભાવનગર પરત આવવાના હતા. આ હુમલામાં વિનુભાઈ ડાભીને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કશ્મીરીઓએ તેમને મદદ કરી હતી.

ભાવનગરથી શ્રીનગર ગયેલા પર્યટકો

(1) યતિશભાઈ સુધીરભાઈ પરમાર (મૃત્યુ)

(2) સ્મિત યતીશભાઈ પરમાર (મૃત્યુ)

(3) કાજલબેન યતીશભાઈ પરમાર

(4) વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઈજાગ્રસ્ત)

(5) લીલાબેન વિનુભાઈ ડાભી

(6) ધીરૂભાઈ ડાયાભાઈ બારડ

(7) મંજુલાબેન ધીરૂભાઈ બારડ

(8) મહાસુખભાઈ રાઠોડ

(9) પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ

( 10) હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા

( 1 1) અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા

( 12) ખુશી હરેશભાઈ વાઘેલા

( 13) મંજુબેન હરજીભાઈ નાથાણી

( 14) સાર્થક મનોજભાઈ નાથાણી

( 15) હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી

( 16) હર્ષદભાઈ ભગવાનભાઈ નાથાણી

( 17) ચંદુભાઈ જેરામભાઈ બારડ

( 18) ચંદુભાઈ તુલસીભાઈ બારડ

( 19) ગીતાબેન ચંદુભાઈ બારડ

Related News

Icon