
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ દરેક વ્યક્તિ દુઃખી અને ગુસ્સે છે. બોલિવૂડ સેલેબ્સે આ હુમલાની સખત નિંદા કરી હતી અને બદલો લેવાની માંગ પણ કરી હતી. હવે પાકિસ્તાની એક્ટર્સ એ પણ આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે.
હાનિયા આમિરે શું કહ્યું?
અભિનેત્રી હાનિયા આમિરે લખ્યું, '"ક્યાંય પણ કોઈ પણ દુર્ઘટના થાય તે આપણા બધા માટે દુર્ઘટના છે. તાજેતરના હુમલાથી પ્રભાવિત નિર્દોષ લોકો સાથે મારી સંવેદનાઓ છે. આપણે દુઃખમાં, દર્દમાં અને આશામાં એક છીએ. જ્યારે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે તે દુઃખ ફક્ત તેમનું જ નથી, તે આપણા બધાનું છે. ભલે આપણે ક્યાંય પણથી આવીએ. દુઃખ ફક્ત એક જ ભાષા બોલે છે."
ફવાદ ખાને પણ કહી આ વાત
જ્યારે ફવાદ ખાને લખ્યું, "પહલગામમાં થયેલા જઘન્ય હુમલાના સમાચારથી દુઃખી છું. અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ ભયાનક ઘટનાના પીડિતો સાથે છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર માટે શક્તિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ."
તમને જણાવી દઈએ કે ફવાદ ખાન બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહ્યો છે. તે 'અબીર ગુલાલ' ફિલ્મમાં જોવા મળે છે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ છે. આ ફિલ્મ 9 મેના રોજ રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ મુશ્કેલીમાં છે. આ હુમલા પછી લોકો ગુસ્સે છે અને તેઓ નથી ઈચ્છતા કે ભારતમાં આ ફિલ્મ રિલીઝ થાય. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી છે.
જ્યારે હનિયા આમિર એક પંજાબી ફિલ્મમાં જોવા મળવાની હતી. તે દિલજીત દોસાંઝ સાથે ફિલ્મ 'સરદાર જી 3' માં જોવા મળવાની હતી.
'આતંકવાદ નિંદનીય છે'
https://twitter.com/Usamakh110/status/1915001678442516611
હાનિયા આમિર અને ફવાદ ખાન સિવાય પાકિસ્તાની અભિનેતા ઉસામા ખાને પણ પ્રતિક્રિયા આપી છે તેણે એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું, :પહલગામના પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના. આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ મળે. આતંકવાદ ગમે ત્યાં થાય, તે નિંદનીય છે, પછી ભલે તે પાકિસ્તાનમાં હોય, ભારતમાં હોય કે બીજે ક્યાંય પણ. આપણે આ અર્થહીન હિંસા સામે ઉભા રહેવું જોઈએ."