
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, "રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો છે અને પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરી છે. આ સાથે જ પુતિને ભારતને આતંકવાદ વિરૂદ્ધની લડાઇમાં ભારતનું સમર્થન કરવાની વાત કરી છે."
https://twitter.com/PTI_News/status/1919325929693970738
રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "પુતિને આ વાત પર ભાર મુક્યો કે આ જઘન્ય હુમલાના દોષિતો અને તેમના સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઇએ. બન્ને નેતાઓએ વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીને મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી."
વડાપ્રધાને રશિયાના રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને વર્ષના અંતમાં યોજાનારા શિખર સમ્મેલનમાં ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે અને સાથે જ તેમને વિજય દિવસ પરેડ માટે શુભકામનાઓ પાઠવી છે.
રણધીર જયસ્વાલે કહ્યું કે વડાપ્રધાને રાષ્ટ્રપતિ પુતિનને વિજય દિવસની 80મી વર્ષગાંઠના પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી અને આ વર્ષના અંતમાં ભારતમાં આયોજિત થનારા વાર્ષિક શિખર સમ્મેલન માટે આમંત્રણ આપ્યુ હતું.
પહેલગામમાં થયો હતો આતંકી હુમલો
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો જેમાં 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું પરંતુ હજુ સુધી આતંકીઓ પકડાયા નથી.