
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ત્રણેય સેનાઓએ રવિવારે સાંજે ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ડીજીએમઓ રાજીવ ઘાઈએ ઘણી વાતો કહી. ઘાઈએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય આતંકવાદનો અંત લાવવાનો હતો. અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. બહાવલપુર અને મુદિરકે અમારા લક્ષ્ય હતા. સેનાએ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા.
અમે આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે અને પુરાવા સાથે આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવાની પુષ્ટિ પણ કરી છે. ઓપરેશન સિંદૂર પહેલા અને પછી આતંકવાદી ઠેકાણાઓની સેટેલાઇટ છબીઓ પણ બતાવી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદી ઠેકાણાઓને કેટલું નુકસાન પહોંચાડ્યું છે.
અમે પાકિસ્તાનના હાઇ-ટેક ફાઇટર વિમાનોને તોડી પાડ્યા,નામ જાહેર નહીં કરીએ: DGMO
ભારતીય સેનાએ કહ્યું કે અમે પાકિસ્તાનના હાઇ-ટેક ફાઇટર વિમાનોને તોડી પાડ્યા છે. પરંતુ તેમના નામ જાહેર કરીશું નહીં. એરબેઝ પર પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા.