
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS)એ કચ્છમાં એક મોટા ઓપરેશનમાં પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI માટે જાસૂસી કરનારા એક શખ્સની ધરપકડ કરી છે. ઓપરેશન સિંદૂર પહેલા ભારતીય સેના અને સરહદી વિસ્તારની ગુપ્ત જાણકારી ISI હેન્ડલરને મોકલતો હતો.ગુજરાત ATSએ આ જાસૂસને કચ્છમાંથી પકડ્યો છે જ્યા તે સંવેદનશીલ સૂચનાઓ લીક કરતો હતો.
આ સાથે જ ગુજરાત ATSએ સાઇબર આતંકવાદ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી છે. કચ્થમાંથી એક અન્ય આરોપીને સરકારી વેબસાઇટોને નિશાન બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ATSએ એક સગીર અને 18 વર્ષીય જસીમ શાહનવાઝ અંસારીને સાઇબર હુમલા માટે પકડ્યા હતા જેમને ઓપરેશન સિંદૂર દરમિયાન 50થી વધુ સરકારી વેબસાઇટો પર હુમલા કર્યા હતા.
ATS અનુસાર આ હુમલા ટેલીગ્રામ ગ્રુપ AnonSec દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં ભારત વિરોધી મેસેજ પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં આગળની તપાસ ચાલી રહી છે.