28 માર્ચે મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપથી મૃત્યુઆંક વધીને 2,056 થઈ ગયો છે, જ્યારે 3,900 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે અને લગભગ 270 લોકો હજુ પણ ગુમ છે. જોકે હવે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. બલૂચિસ્તાનમાં આવેલા ભૂકંપની અસર છેક કરાંચી સુધી થઈ છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 આંકવામાં આવી છે. ધરતી ધ્રૂજતા ભારે અફરાતફરી સર્જાઈ હતી અને અનેક લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. કરાંચીમાં અનેક લોકોએ ભૂકંપની સ્થિતિ સોશિયલ મીડિયા પર શેર કરી છે.ધરતી ધ્રૂજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

