
Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલા બાદ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂએ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. પન્નૂએ કહ્યું કે તે ભારતીય સેનાને પાકિસ્તાન પર હુમલો કરવા નહીં દે. પન્નૂએ એવો પણ દાવો કર્યો કે ભારતમાં પાકિસ્તાન સામે લડવાની હિમ્મત નથી. આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદથી પાકિસ્તાનને શંકા છે કે ભારત તેના પર હુમલો કરી શકે છે.
ખાલિસ્તાની આતંકીએ કહ્યું, 'અમે ભારતીય સેનાને પંજાબમાંથી પસાર થવા નહીં દઇએ જેનાથી તે પાકિસ્તાન પર હુમલો કરે.ભારતમાં પાકિસ્તાન સામે લડવાની હિમ્મત નથી. અમે બે કરોડ શિખ પાકિસ્તાન સાથે પહાડની જેમ ઉભા છીએ.' ખાલિસ્તાની આતંકી પન્નૂએ આરોપ લગાવ્યો કે ભારતમાં શિખો અને બાકી લઘુમતીઓ સાથે ખરાબ વ્યવહાર થઇ રહ્યો છે. હવે સમય બદલાઇ ગયો છે. આ 2025 છે ના કે 1965 કે 1971.'
જે હુમલો કરે છે તેનો અંત ખરાબ થાય છે- પન્નૂ
પોતાના નિવેદનમાં ખાલિસ્તાની આતંકીએ કહ્યું કે પાકિસ્તાનનું નામ જ પવિત્રતાનું પ્રતિક છે અને તેની પરંપરા છે કે તે ક્યારેય હુમલો શરૂ કરતો નથી, તેને ચેતવણી આપી કે જે હુમલો કરે છે તેનો અંત ખરાબ થાય છે. પછી તે ઇન્દિરા ગાંધી હોય, નરેન્દ્ર મોદી હોય કે પછી અમિત શાહ. પન્નૂએ કહ્યું કે તે મોદી, ડોભાલ, અમિત શાહ અને જયશંકરને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સજા અપાવશે. પન્નૂએ આરોપ લગાવ્યો કે ભારતે પહેલગામમાં પોતાના હિન્દૂઓને રાજકીય ફાયદો ઉઠાવવા માટે માર્યા હતા.
પહેલગામમાં થયો હતો આતંકી હુમલો
મહત્ત્વપૂર્ણ છે કે આતંકવાદીઓએ 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 લોકો માર્યા ગયા હતા જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ 2019માં પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી ઘાતક હુમલો હતો. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા તેના સંગઠન 'ધ રેસિસ્ટન્સ ફ્રંટ (TRF)એ હુમલાની જવાબદારી લીધી હતી. PM મોદીએ કહ્યું કે પહેલગામમાં લોકો પર હુમલો કરનારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.