
સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે, તેમને તેમના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમને પાકિસ્તાન પરત મોકલવા માટે પગલાં લેવા કહ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સંબંધિત તમામ વિઝા રદ કરવાના નિર્દેશો આપ્યા છે..
https://twitter.com/ANI/status/1915679899316060340
આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને પાકિસ્તાનના લોકોને શક્ય તેટલી વહેલી તકે પોતપોતાના રાજ્યોમાંથી હટાવવા કહ્યું છે. ગૃહમંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.