
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ટાકરવાડા ગ્રામ પંચાયતની મહિલા તલાટી કમ મંત્રી મીનાબેન લવજીભાઈ પરમાર રૂપિયા 4000ની લાંચ લેતા પકડાયા હતા.
ફરીયાદીના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હતી. લોન માટે ગામના રહેવાસીનો દાખલો તથા મકાનની ચતુરશીમાના દાખલાની જરૂરિયાત હતી. તેથી તેઓ તલાટી કમમંત્રી મીનાબેન પરમાર પાસે ગયા હતા. તેમણે દાખલો આપવાની અવેજ પેટે રૂપિયા 4000 રૂપિયા લાંચની માગણી કરી હતી. લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જે બાદ ગોઠવવામાં આવેલા લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા મહિલા તલાટી કમ મંત્રી મીનાબેન લવજીભાઈ પરમાર પકડાયા હતા.