
ગુજરાતના ભાવનગરના પાલિતાણાના ઠાડાય ગામમાંથી વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે એમ્બર ગ્રીસ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.પ્રદીપ ગુજરીયા નામના શખ્સ પાસેથી આ એમ્બર ગ્રીસ મળી છે.જેની બજાર કિંમત એક કરોડ રૂપિયા થાય છે.
બજાર કિંમત એક કરોડ રૂપિયા
ઝડપાયેલા શખ્સે ગેરકાયદેસર રીતે પોતાના ઘરે એમ્બર ગ્રીસનો જથ્થો રાખ્યો હતો..તેમજ બાતમીના આધારે રૂરલ પોલીસે રેડ કરી અને એમ્બર ગ્રીસ સાથે પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી ક્યાંથી લાવ્યો હતો અને કોના માટે તે લાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વ્હેલ માછલીની ઉલ્ટીની ઘણા લોકો ગેરકાયદેસર વેપાર કરે છે.