જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલા ભાવનગરના પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપવા પાલિતાણાના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે યતિશભાઈ પરમાર મૂળ પાલીતાણા વતની હતા. મળતા અહેવાલ પ્રમાણે આ મામલે પાલીતાણામાં તમામ લોકો દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો અને પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.