સુરતમાં ગત મોડીરાત્રીથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. જેથી રસ્તાઓ જાણે નદી બન્યા હોય તેમ વહેતાં થયા છે. મીની બજાર વિસ્તારમાં મોટર સાયકલ તણાવા લાગ્યા હતાં. જ્યારે સિંગણપોરમાં પણ પાણી અંદર સુધી ભરાઈ ગયા હતાં. જેથી સ્થાનિકોએ કહ્યું કે, આ પ્રોબ્લેમ દર વર્ષનો સિંગણપુર ચાર રસ્તાનો છે. હાલ યોગી ફાર્મ વડલા સર્કલ થી છેક કતારગામ દરવાજા સુધી પાણી ભરાયેલા જણાય છે. વચ્ચે વચ્ચે કોઈ કોઈ કોઈક જગ્યાએ પાણી ભરાયા નથી. પણ આ વેડ રોડ ઉપર દર વર્ષે પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે. છેલ્લા 22 વર્ષથી આ રોડની પરિસ્થિતિ જોઈ રહ્યો છું, ખબર નહીં ક્યારે આ પ્રશ્ન નું નિરાકરણ આવશે!!! તેવા સવાલો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવ્યાં છે.