Vadodara News: દારુબંધી ગુજરાતમાં વધુ એક વખત નશામાં ચૂર શખ્સનો વીડિયો સામે આવ્યો છે. વડોદરાના ગોત્રી યશ કોમ્પલેક્ષ પાસે EECO કાર ચાલક નશામાં ચૂર હોવાનું સામે આવી રહ્યું છે. ઇકો કાર ચાલક ચિક્કાર નશાની હાલતમાં હોવાથી કાર ચાલવવાના પણ ફાંફાં પડી રહ્યા છે. ગોત્રી યસ કોમ્પેલેક્સ પાસે નસાની હાલતમાં ઇકો કાર ચાલકે ગાડી હંકારી હતી. જેને કારણે રસ્તા પરના અન્ય વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. મહિલાએ કાર થોભાવી નશાખોરને બહાર કાઢ્યો હતો.
યુવકને ઊભા થવામાં પણ ફાંફાં પડી રહ્યા હતા. નશાખોરને લાફાવાળી કરનાર મહિલા પરિચિત હોવાની માહિતી મળી રહી છે. કાર ચાલકને મહિલા એ ટ્રાફિક પોલીસની હાજરીમાં લાફાવાળી કરી હતી. રાહદારીઓ પણ તમાશો જોવા દોડી આવ્યા અને મૂક પ્રેક્ષક બની તમાશો જોયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો.