Home / Gujarat / Dang : Galkund Gram Panchayat elections became exciting, father and son became candidates for Sarpanch elections, know what both of them said

Dang news: ગલકુંડ ગ્રામ પંચાયતની ચૂંટણી બની રસાકસીભરી, બાપ-દીકરો સરપંચની ચૂંટણીના ઉમેદવાર બન્યા, જાણો બંનેએ શું કહ્યું

Dang news: ગલકુંડ ગ્રામ પંચાયતની ચૂંટણી બની રસાકસીભરી, બાપ-દીકરો સરપંચની ચૂંટણીના ઉમેદવાર બન્યા, જાણો બંનેએ શું કહ્યું

Gram Panchayat Elections In Gujarat: ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોને લઈને આજે રવિવારે (22 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 81 લાખ જેટલાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જેમાં ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે બાપ અને દીકરો સામસામે ચૂંટણી લડ્યા છે. તમને જણાવી દઈએ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચૂંટણી જંગના મેદાને ઉતર્યા બાપ-દીકરો
રાજ્યમાં ગ્રામ પંચાયતી ચૂંટણી યોજાઈ છે, ત્યારે ડાંગ જિલ્લામાં 42 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ હતી. જેમાં ડાંગના ગલકુંડા ગામે સરપંચ પદ માટે પિતા સુરેશ વાઘ અને દીકરો રાજેશ વાઘે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગ લડ્યા હતા. બંને બાપ-દીકરાએ સરપંચ બનવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણીના મેદાને ઉતર્યા હતા. બંને બાપ-દીકરાની ચૂંટણી જંગની સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. 
  
ગલકુંડ ગામના સરપંચ પદના ઉમેદવાર બાપ-દીકરાએ જણાવ્યું હતું કે, 'ગામમાં 1840 વોટિંગ છે. ગામમાં ખુબ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે.'

Related News

Icon