
Last Update :
10 Jul 2025
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પાલીતાણાના ઘોડીઢાળ પાસે કાર લઈને જઈ રહેલા 5 શખ્સોની કારને ટક્કર મારી હતી. વીરજીભાઈ સોલંકી, અલ્પેશભાઈ સોલંકી, પ્રકાશભાઈ સોલંકી, વિમલભાઈ સોલંકી અને રવિભાઈ મીઠાપરા કારમાં જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવેલ ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યાર બાદ અન્ય કારોમાં આવેલ લોકોએ હુમલો કર્યો હતો.
GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
રોકડ સહિતની રકમની લૂંટ ચલાવી ફરાર
હુમલાખોરોએ કારના કાચ તોડી માર મારી અને રોકડ સહિતની રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા, માછીમારીના કોન્ટ્રાક્ટ બાબતે આ માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે. હાલ આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે, પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.