
ભારે વરસાદને પગલે પંચમહાલ જીલ્લાના મોરવા હડફના હડફ ડેમ પાણી છોડાયું છે. ડેમનો એક ગેટ ૧ ફૂટ સુધી ખોલી ૧૨૨૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ હડફ ડેમમાં ૩૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે
પંચમહાલ જીલ્લાના મોરવા હડફની હડફ નદીમાં ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં વરસી રહેલા વરસાદથી પાણીની આવક થતાં ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જળસપાટીમાં વધારો થતાં રુલ લેવલ જાળવી રાખવા માટે હડફ ડેમમાંથી પાણી છોડાયું છે. હડફ ડેમની જળસપાટી ૧૬૪ મીટર જ્યારે રુલ લેવલ પણ ૧૬૪ મીટર છે. હાલ હડફ ડેમમાં ૩૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.