Home / Gujarat / Bhavnagar : Light to moderate rains with thunder expected in various districts of Gujarat

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં કેવો રહેશે વરસાદી માહોલ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં કેવો રહેશે વરસાદી માહોલ

ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહલો છે, તો કેટલીક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આગામી ત્રણ દિવસ 7 જિલ્લામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 10 થી 12 જૂન દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

13 જૂનની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી 19થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં 13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે. 

જ્યારે 14-15 જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

Related News

Icon