
ગુજરાતમાંથી નકીલ ડોક્ટર સતત ઝડપાતા રહે છે, ત્યારે પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પાટણ જિલ્લામાંથી વધુ એક મેડિકલ ડિગ્રી વગરનો ઝોલા છાપ તબીબ પકડાયો હતો.
શૈલેષ આચાર્ય નામનો બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો
હારીજના અડિયા ગામે વર્ષોથી ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા શૈલેષ આચાર્ય નામનો બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો..બોગસ ડોક્ટર પાસેથી ઇન્જેક્સન, દવાઓ સહિત 4,439 નો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે.